સંબંધ ની વાત

ફુલ કેરા સ્પર્શથી પણ દીલ હવે ગભરાય છે,
એના રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક હતો આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ ત્યારે એ સમ્જાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નીભાવી જાય છે.
આ વિરહની રાત છેતારીખનું પાનું નથી,
કોઇ તો સમજાવે એને દીલ ના સમ્બન્ધો ના પણ નામ બદલાય છે.
સમ્બન્ધો કોઇ કોમ્પુટ્રની મેમરી નથી કે જીવનમાં સમ્બન્ધો ડીલીટ થાય
એક સમ્બન્ધ નો અંત "રાજ" ને જીવતા મરણ તરફ લઈ જાય છે.
જીવન તો ચાલે છે પણ લાશ જેવુ જીવન જીવાય છે.
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નીભાવું છું,
લખું છું હું ગઝલો કારણ કે કાનમાં કાવ્ય નુ ગુન્જન થાય છે.
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે.

"રાજ" ને એકલા રહેવાની આદત થઈ ગઈ....
"રાજ " ની રચના
૧૧:૪૫ રાત્રે

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

તુ મને ગમી ગઈ

તડપ અને તરસ