Posts

Showing posts from June, 2009
મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 નદીના છલકતા નીરમા પવિત્રતા ક્યા રહી પણ અમે વહાવી લાગણીઓ જેમ ની તેમ. પેલો ધીર ગંભીર સાગર પણ હવે તો રુદ્રતા ધારણ કરે છે અમારી સમર્પણ ભાવના જેમ ની તેમ. સમય સાથે કલકલ કરતા ઝરણા સુકાય ગયા પણ અમે છલકાવીયે ઉર્મિઓ જેમ ની તેમ. મઘમઘતા પેલા ફુલો પણ કરમાય જશે આમારો અમર પ્રેમ ની સુવાસ છે જેમ ની તેમ. સમય ભલે હોય કઠીન તો પણ તારા સ્વપ્નો સજાવીશુ જેમ ની તેમ. નિશા મા દરેક કાવ્ય ની સ્નેહ થી લખી હૃદય ઝણઝણાવી છીએ જેમ ની તેમ. તુ કબુલે કે ના કબુલે આજે પણ તારા દીલ પર છે "રાજ" ની યાદ છે જેમ ની તેમ. રાજ ની રચના ૧૨:૧૫ રાત્રે ૧૨/૦૬/૦૯

પ્રેમ-પત્ર

મારો બ્લોગ http://raj0702.blogspot.com/ અને મારી કોમ્યુનીટી http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950 પ્રેમ-પત્ર પ્રિયે તારા નામ પાછ્ળ આજ મારુ નામ લખું, છુ ભલે સાવ કોરો છે કાગળ છતા પ્રેમ ની ભાવના લખું છુ ખબર અંતર શુ કામ પૂછું તારા તુ તો દીલમા વસે છે મારા એટલે જ દીલ ની વાત લખું છુ અશ્રુઓ થી હમેશા દુર રહે ચેહરો તારો તને ગમે એવા સમાચાર લખું છુ. સ્થિતિ શુભ હોયે કે નહિ છતાં હમેશા શુભ- મંગળ લખુ છુ. ફુલોનો તો માર નથી લાગીયો પણ કાંટા ઝરુર ખુપી ગયા છે તો પણ હમેશ તને ફૂલ લખું છુ. અનિશ્ચિત છે આ દુનિયામા બધુ, છતાં તું મળશે એવી આશા લખું છુ. અજીબ છે દિલો-દિમાગ ને હાલત, બસ હરેક પળ દિલો-દિમાગ તારો ચેહરો લખું છુ. સમય જો આપે કહીં તો તારી ખુશી માગુ હમેશા હમેશા દરેક નિશા મા કાવ્ય બનાવી તને લખુ છુ. બસ એજ લી.- તુ જ કહે શુ લખું રાજ - તમારો મિત્ર રાજ ની રાચના ૨૧:૦૦ ૦૩/૦૬/૦૯