Posts

Showing posts from January, 2010

તડપ અને તરસ

મિત્રો,  જીવન નાં થોડા પેહલું રજુ કરવાનો એક પ્રયાસ  કર્યો છે. પ્રથમ ભવિષ્ય તરફ ગતિ કરતી નઝર, ભૂતકાળ માં  ડોકિયું  કરવાની ટેવ  અને અંત માં વર્તમાન ની વાત જેમાં નીરસતા ની સાથ ભવિષ્ય ના તરફ ગતિ ના પણ સંકેત આપે છે. Our network કવિતા ની દુનિયા - એક લાઈવ ગુજરાતી નેટવર્ક Our Orkut Community :- કવિતા ની દુનિયા બસ,  તરસ  પ્રેમ  ના એક  બુંદ છે. બુંદ બુંદ કરી સાગર  છલકાય    છે. પણ અમારી તરસ હજુ  કયા  છીપાઈ    છે. તડપ ની આગ માં પણ પ્રેમ ના વરસાદ ની રાહ જોવાઈ   છે બસ   તરસ  પ્રેમ  ના એક  બુંદ ની હતી ભર્યો  હતો  સાગર  આખો પણ અમારે જરૂર એક બુંદ ની હતી. તરસ ક્યારે તડપ બની ગઈ તેને અમને ખબર ના હતી. તડપ તો હવે અમારી  ઝીંદગી ની દાસ્તાં  બની  ગઈ  હતી. હવે રહી નથી તડપ માં સૂર્ય ના  પ્રકાશ જેવી  ગરમી   નથી રહી ચંદ્ર જેવી શીતળતા. બસ રહી ગયી તડપ અને  તરસ  અધૂરી એની   છે દિલ માં  એક વિહવળતા.  કાવ્ય ના શબ્દો માં રસ  ની છે  નીરસતા  અને  નિશા માં લાગે છે  ભીતર  ની  ભેકારતા છતા રાજ ની રચના રચાઈ  છે, થશે  શબ્દો ની  અસર કદી દિલ માં એમ વિચારી   દિલ ની વાત કેહવાઈ  છે  અમસ્તા. રાજ ની રચના રાત્રે