Posts

Showing posts from April, 2010

ઓ જીન્દગી.

તું નથી પાસે, તો પણ લાગે આસપાસ, વસે તુ મહી. સ્વાસ. નથી તારો સહવાસ તો પણ દિલ માં છે તારી સુવાસ શુ કહુ તારા વિનાની જીંદગી, ઘાયલ છે આ દીલ ને ઘણી બદનામ છે આ જીંદગી, તારી અસર થી હસતી થયી આ જીદગી, ના હોય તો તુ, તુ જ કહે કેમ રહશે મુજ હસ્તી? લાગે નહી દીલ આ બેશુમાર વસ્તી માં કેમ કે દિલ મા તારી જ છે વસ્તી ગુચવાતી અટવાતી તારા પ્રેમ મા આ જીંદગી , ઘટતી નથી ને ઓર વધતી જાય છે તારા પ્રેમ ની માત્રા ઓ જીંદગી, પુછે છે સહુ? કોણ છે. મારી જીન્દગી, હુ શુ કહુ ? કોને કહું ? તુ જ કહે ઓ જીન્દગી મનાવી મન ને કહુ સહુ ને આ મારી અંગત છે આ વાત, જીવવા દો મને મારી આ મનગમતી જીન્દગી. ના કોઇ આશા ના કોઇ અપેક્ષા તારી ઓ જીન્દગી. દિલ પુછે છે પ્રશ્ન કેમ છે તુ આવી કેમ જીન્દગી ?. વિતી રહે પળ વહી રહ્યો છે સમય તારા વિના કેમ જીવાશે આ જીન્દગી. "રાજ" ના દિલ મા તુ વસે, સ્વાસ મા તુ શ્વસે, સાથ તારો જચે. ઓ જીન્દગી. રાજ ની રચના ૧૫:૦૦ ૦૨/૦૪/ ૧૦