Posts

Showing posts from November, 2009

તુ મને ગમી ગઈ

નેટ મા મુલાકાત થયી. પછી વાત થઈ. લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ. શું હતો તારા શબ્દ નો જાદુ. કે આ દિલને તુ અસર કરી ગઈ. ન રહ્યો ચેન, ન રહ્યો કરાર. ને તુ મને ગમી ગઈ. મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા. જાણે પાનખરને વસંતના ઓરતા. પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ. ને તુ મને ગમી ગઈ. કોયલ જેવો મીઠો ટહુકો તારો. મારા નામનો સાદ તારો. શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી ગઈ. ને તુ મને ગમી ગઈ. તને મળવુ જરુરી છે. હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે. કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ. રાજ ની રચના ૧૮:૧૫ સાંજે   ૧૨/૧૧/૦૯

છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે . ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા. માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે. રાજ ની રચના ૧/૧૧/૦૯ રાત્રે ૯:૩૦ વાગે

મારી પેહચાન તમારી મુસ્કાન

ડુબતા ને  હું તારું છું  કિનારે કિનારે  હું ચાલુ છું , શાંત નદીઓના જળ  ને માણુ    છું  ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું. સમય  સાથે પલટાતા દોસ્તોને  સમય ની સમજણ પર  છોડું છું. નથી કોઈ દુશ્મન  આ દુનિયા માં  પરંતુ લગભગ  મિત્રો છે  સ્વાર્થ ના તે સમજણ  હું કેળવું છું. કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું  મળું  અને તારી  નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ   , આપુ  હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું  કયારે  પણ આભ નથી બતલાતા સંસ્કાર. એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે. મને  ચોક્કસ  ખાતરી છે મિત્ર  તમે  હમેશા મુશ્કુરાતા  રેહશો. આ જ તો રાજ ની  મિત્રતા ની પેહચાન છે. રાજ ની રચના ૨૦:30 ૧/૧૧/09