Posts

Showing posts from December, 2009

અભિલાષા

login to  our live gujarati network :http://worldofpoems.ning.com login to our orkut community: http://www.orkut.co.in/Main#Community?cmm=56547950                                 અભિલાષા                ખબર નથી મને દુનિયાની જ્યાર થી દિલ ની નઝરોથી તમોને જોયા છે. ખબર નથી કઈ દિશામાં  જવાનું  જ્યારથી દરેક દિશામાં  તમોને જોયા છે. હર ધબકાર થી ઝખું છું, મહેચ્છાને મારે મળવું છું. ભલે  ઉનાળો   બળબળતો  હોય છતા હુ વરસાદ ને ઝંખુ છુ. હશે અદભૂત અનુભૂતિ આ આનંદ ની તેના  સપના હું અત્યાર થી  ચિતરું  છું. બંધ આંખે તમોને એકટીસ નિહારું છું. ખુલી આંખ તો ખબર પડી આ સ્વપ્નું હતું મારું  પછી ખુદ   અભિલાષાની પરિસીમા હું જ  બનાવું છું. સ્વપ્ના ની મીઠી યાદો સંજોગી હોઠો થી હસી ની આંખો  ની ભીનાશ  ને હું ટાળુ છુ.  ફરી,  કરી  બંધ આંખો  બસ  ફરી  હું તમને નિહાળું છું એકટીસ નિહારું છું. રાજ ની રચના ૨૦:૦૦ રાત્રે ૨૪/૧૨/2009 રાજ  - તમારો મિત્ર    

દર્દ નો અહેસાસ

દરેક ની અંદર જીવતો હોય છે પોતાના દર્દ નો અહેસાસ પરન્તુ વ્યસ્ત જીન્દગી માં નથી પોતાના નું દર્દ જોવાનો અહેસાસ એક વાર કરી જુવો પોતાના ના દર્દ નો અહેસાસ ઉર માં રેહશે ઉમન્ગ મન રેહ્શે પ્રસન્ન નહી થાય દુર હડસેલાયા અહેસાસ રાજ કહે છે સહુ ને અન્તર થી એક વાત સુખ આપશો તો મળશે અનેક ગણુ સુખ જરુર થાશે હમેશા મીઠો અહેસાસ રાજ ની રચના ૧૮:૧૫ સાંજે ૨૧/૧૨/૦૯

આવો ના બદલતા શબ્દો ના બદલાવી અર્થ

ગમ ને જીવન માં પીવા પડે છે. દીલ ના દર્દ ને દીલ માં રાખવા પડે છે. જીવન માં વ્યથાઓ નો કોઇ અતં નથી છતાં પણ વ્યવહાર મા હસવું પડે છે. શબ્દો જ નથી બદલાતા, સમય સાથે બદલાતા શબ્દો સાથે દદૅ માં વધ-ઘટ થાય છે. ક્યારેક તલવાર ની ધાર જેવા શબ્દો તો ક્યારેક ખુદ ને આશ્વસન ન શબ્દો સરી પડે છે. આખંમા પાણી સાથ પણ ખુદા પાસે દુવા ની વાત સરી પડે છે. સાચી છે વાત ગમ દૂર કરી શકાય એવી કોઇ દવા નથી પણ સમય સાથે જીવન માં સમાધાન કરવુ પડે છે. અનુભવે સમજાય છે"રાજ" ને સુખી થવાની ચાવી મન માને કે ના માને ના ગમતા રસ્તે ચાલવું પડે છે. સુર્ય ના ધગધગતા તાપ માં પણ નિશા ની શિતળતા ની આશા રાખવી પડે છે. રાજ ની રચના ૨૩:૪૫ રાત્રે ૧૩/૧૨/૦૯