Posts

Showing posts from September, 2009

જાણતો નથી હુ કૌન છુ

જાણતો નથી હુ કૌન છુ છતાં સ્વને જાણવાનો પ્રય્ત્ન કરુ છુ કવિ નથી છતાં કવીતા લખુ છુ રંગ નથી જીવન માં છતાં જીવન ના દરેક રંગ ને સ્પર્શુ છુ. ખબર નથી જીવન માં સુખ છે કે દુખ પણ આંખ ના અમુલ્ય મોતી તને અને તને જ અર્પુ છુ. તરસ નથી છતાં પ્રેમ ની ભીનાશ માટે તરસુ છુ. મર્હમ નથી ફકત ઘાવ છે છતા ચાંદની જેવી શીતળતા ને કલ્પુ છુ. જીવન રુપી કાવ્ય માં નિશા છે પણ સુર્ય જેવી જગમગતી સવાર ઝંખુ છુ. આ કોઇ ગીત નથી સંગીત નથી છે જીવન ની છે આ વાત છતાં જીવન માણું છુ. રાજ ની રચના ૨૦/૦૯/૨૦૦૯ રાત્રે ૧:૨૦

શબ્દની વાત

મિત્રો આ વાત છે આપણે આપણી જિન્દગી માં રોજ બોલતા શબ્દ ઉપર, જો શબ્દ ઉપર ધ્યાન અપાયું હોત તો મહભારત ની રચના ના થાત. અમને ના સમજાયું તમે શુ બોલી ગયા. શબ્દ ના ગુલામ કેમ થયા? આ તો દિલાસા ની વાત છે નથી તમારો મન નો થાક ઉતર્યો નથી હળવાફુલ થયા. નહિ મળે કશું શબ્દ ના ગુલામ થઈ ને 'રાજ' કહે છે.જીવન નુ ગુઢ રહ્સ્ય સમજો ને બોલેલા શબ્દ કરતા ન બોલી ને શબ્દ નો મર્મ સમજાવો ને. બનશે શબ્દ તમારા ગુલામ મન નો થાક પણ ઉતરશે, હળવાફુલ થશો, પછી દુનિયા કહશે તમે તો ગુલામ બનાવી ગયા. ન બોલેલા શબ્દ નો મર્મ થી ભલે વહે આંખમાંથી અનમોલ રત્નો, પણ સર્જન થશેએક મોઘેરો સંબધ અને બધા કહશે વાહ, તમે તો જીવન ને સ્વર્ગ બનાવી ગયા. રાજ ની રચના ૧૮:૪૫ સાંજે ૧૫/૦૯/૨૦૦૯

આપ

આપ જો દુનિયા સ્વર્ગ છે તો ધરતી પર પરી છો આપ, જો દુનિયા મ સંગીત છે સાજ છો આપ, નયન ના કામણ થકી દીલ ના તાર ઝણઝણાવો છો આપ, લો આજ કહુ છુ મન ના મીત છો આપ, સુર્ય પ્રથમ કિરણને શરમાવો છો આપ, મારી દુનિયા નુ નવચૈતન્ય છો આપ, પક્ષીઓના ટહુકો હોય કે ઝાઝંર નો રણકાર છો આપ, લો આજ કહુ છુ દીલ માં ઉતરેલ તસ્વીર છો આપ મારે મન સુંદરતાની કલ્પના છો આપ, ખિલતા ગુલાબ ની કડી છો આપ, વરસાદ ની ભીની ખુશ્બુ છો આપ, લો આજ કહુ છુ સુદંરતા નુ પ્રતિક છો આપ આથમતી સાંજ ના રંગો મા છો આપ, કવિએ બનાવેલ કવિતા ની પ્રેરણા છો આપ, ચાંદ ની ચાંદની છો આપ લો આજ કહુ છુ મારી તો જિન્દગી છો આપ ઇશ્વરનુ બહુમુલ્ય સર્જન છો આપ, બાળકની નિદોર્ષતા નુ પ્રતિક છો આપ, જલ ની બુજાવે પ્યાસ એવું જકાશ હાસ્ય છો આપ, લો આજ કહુ છુ આ મોહક અદાઓથી દિલ મારુ ઘાયલ કરો છો ાઆપ ચંદ્ર ને શિતળતા નુ પ્રતીક છો આપ, મારા દીલ ના દરિયે વહેતુ સમુદ્ર નુ મોજુ છો આપ મોજા ના અપાર પ્રેમની અનુભુતિ છો આપ , લો આજ કહુ છુ દીલ પર કરો છો "રાજ" આપ, રાજ ની રચના રાત્રે ૧:૦૦ ૧૨/૦૯/૦૯

આજ નો માણસ

મિત્રો આજે માનવ જીવન નું જે રીતે અવમુલ્યન થયી રહિયુ છે. તેનું તેનુ. દર્દ કેહવા ની કોશિશ કરી છે આ રચના થકી. આજ નો માણસ આજ માણસ થઈ ભુલ્યો માણસાઈ. સીધા રસ્તા છોડી ટુંકા રસ્તાની કેડીએ જાય. સફ્ળતાની ગુમાનમાં કરે અવડા કામ પછી ભગવાનના થામ જાય. સંબન્ધો ને પ્રેમ ભુલ્યો, છોડી માણસાઈ. ફાસ્ટ ફૂડ ખાઈ અને શરીર ને બનાવે રોગો ની ખાઈ. ગળથુંથી માં ટી.વી. અને મોબાઈલ પછી કયાંથી રહે સાદાઈ. સન્સ્ક્રુતિ ધોવાણ થાય, ધર્મ ની ફકત વાતો થાય પછી ક્યાં થી ધર્મ ના મર્મ સમજાય. વિચાર આધુનિક થયા સંસ્કાર આધુનિક થયા પછી કેમ ના દંડાય. રાજ ની રચના ૬/૯/૦૯ ૧૨:૪૫ બપોરે Tags:

જીન્દગી

દગાઓ થી ભલે ને ભરેલુ હોયે જીવન તાળીઓ ભલે ને વગાડતી આ દુનીયા પણ દગો કોઇ નો સગો નથી પુછો છો શુ કામ જીન્દગીને કે શું છે જીન્દગી જીન્દાદીલી થી જેવી જાણી એ જીન્દગી સપના જોવુ એ નથી દુનીયા. સપના પુરા કરવા એ જ જીન્દગી ખુશી પણ હશે અને ઉદાસી પણ, દરેક પળ હસી શકે એની જ સાથ્ક છે આ જીન્દગી મળશે ઘણા બધા ખુશીમા, પણ દુખ મા સાથ નીભાવે એણે જ જીવી છે આ જીન્દગી મનમા ભરેલી નફરત ભુલી પ્રેમ થી જેવી એણે જ જીવી છે આ જીન્દગી પ્રેમ ક્યારે કરાતો નથી આવો પ્રેમ ને એહસાસ બનાવી જીવી આ જીન્દગી પ્રેમના વિયોગની ને વ્યથા તો નિશા માં લાગતા અંધકાર જેવી છે ચાલો માણીએ ચાંદની ઠડક માં રચેલ કાવ્ય, માણી શકો તો જ લાગશે સુંદર આ જીન્દગી “રાજ” કહે છે દીલ ની ચાલો પ્રેમ ની આપી પાંખ,ગુલાબ ની સુગંધ અને મેહકાવીએ આ જીન્દગી રાજ ની રચના ૩/૦૮/૦૯ રાત્રે ૧૧:૦૦ કલાકે

પ્રતિબિંબ

અરીસામાં તે જોયુ તારુ પ્રતિબિંબ જોયુ, મારો ચહેરો કેમ ના દેખાયો તને. કાચ તૂટેલા હશે ચાલશે પણ દિલ તુટે એનુ શુ? જ્યારે દેખાશે મારો ચહેરો નહિ હોય આંખોનો ભ્રમ વિખરાયેલા સ્વપ્ન પુરા કરવા ન પ્રણ લીધા છે અમે, પ્રયત્ન કરશુ જયાં સુધી નહીં થાય પુરા તે, "રાજ" એટલે જ કહે કાચ ભલે તુટે કોઇના દિલ ના તોડાય આ જ મિત્રતા ની શીખ છે. હવે જોવો અરીસામાં તમારો ચહેરો દેખાશે તમને તમારો ચહેરો પણ એ કાચ ન અરીસા માં દેખાતુ પ્રતિબિંબ આ મિત્રતા ગૌરવ થી ઝડહડતુ હશે, તમારો જ ચહેરો રાજ ની રચના ૩/૦૯/૨૦૦૯ સાંજે ૫:૦૦

મારું મૃત્યુ...!!

Image
મારું મૃત્યુ...!! ************ ગરમ રોટલી શેકતી, નરમ આંગળી મારી.... પડેલી છે ઠંડી ફર્શ પર નિર્જીવ આંગળી મારી.... સફેદ મોગરાની વેણીનો નાગણ્ કાળો ચોટ્લો મારો... પડેલો છે ઠંડી ફર્શ પર જાણે આખરી ઓશિકું મારુ..... ચમકતી દમકતી આંખો નાં એ તારાઓ મારા.... ઢળેલા છે ઠંડા ગાલ પર આખરી આરામ માં..... ઘંટડી વગાડતું અને ખિલખિલતું હાસ્ય મારુ... પડેલું છે ઠંડા ઉદાસ વાતાવરણ માં પડઘાતું તારી યાદોમાં આખરી મારું.... અન્તિમ ક્ષણો થિજેલા બરફ જેવી અસહ્ય ..... થોડી ક્ષણો પછી થશે પિગળતી ઓગળતી..... અસ્તિત્વ હતું ના હતું થશે... મૃત્યુમ કેવું પરમ સત્ય આપે છે ગોઝરું..!! તારા ને મારા નજરો ના તારથી ધબકતું ઉર મારૂં..., કોઇની નજર લાગીને હવે તારા ઉર માં જ છે મારું...!! **બ્રિન્દા** મારા પ્રિય નાનીજીના મૃત્યુ પર મે આ લખી છે.. મારા નાનીમા..દાદીમા અને મારા નાનીજી સાસું,, ત્રણેય મારા "રોલ મોડેલ" હતા,,, તેઓ મારા હ્રદયમા હમેશાં જિવન્ત રહેલા છે.....** Posted by Brinda Mankad at 4:27 AM 2 comments: Raj- Your Friend said... જયારે ગરમ રોટલી શેકાય ,યાદ આ