ખ્વાબ

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દીવસે પણ તને સપના દેખાડી જઇશ
જો તુ આપે તક તો સપના ને પણ સત્ય મા ફેરવી દઇશ
જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય ત ુંહસાવી જઇશ
તારી એક મુસ્કાન માટે દુનીયાથી લડી જઇશ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ
તારા જીવનનો મારગ ભલેને હોય કાંટાળો કાંટા હુ ફેંકી દઇશ
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ
એકાંતની પળમાં પણ એકાંત ન લાગે એટલે સપના મા પણ સતાવી જઇશ
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ
તારા દીલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ
પછી કંયા જાશે તુ "રાજ" ને તુ પણ દીલ મા વસાવી લઇશ

રાજ ની રચના
૧૨:૪૫ રત્રે ૨૦/૦૨/૨૦૦૯

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

તારા સપના મારી યાદ

અભિલાષા