જાણતો નથી હુ કૌન છુ
જાણતો નથી હુ કૌન છુ છતાં સ્વને જાણવાનો પ્રય્ત્ન કરુ છુ કવિ નથી છતાં કવીતા લખુ છુ રંગ નથી જીવન માં છતાં જીવન ના દરેક રંગ ને સ્પર્શુ છુ. ખબર નથી જીવન માં સુખ છે કે દુખ પણ આંખ ના અમુલ્ય મોતી તને અને તને જ અર્પુ છુ. તરસ નથી છતાં પ્રેમ ની ભીનાશ માટે તરસુ છુ. મર્હમ નથી ફકત ઘાવ છે છતા ચાંદની જેવી શીતળતા ને કલ્પુ છુ. જીવન રુપી કાવ્ય માં નિશા છે પણ સુર્ય જેવી જગમગતી સવાર ઝંખુ છુ. આ કોઇ ગીત નથી સંગીત નથી છે જીવન ની છે આ વાત છતાં જીવન માણું છુ. રાજ ની રચના ૨૦/૦૯/૨૦૦૯ રાત્રે ૧:૨૦