Posts

તુ મને ગમી ગઈ

નેટ મા મુલાકાત થયી. પછી વાત થઈ. લાગ્યુ જાણે જીવન ભર ની સંગાથ થઈ.ને તુ મને ગમી ગઈ. શું હતો તારા શબ્દ નો જાદુ. કે આ દિલને તુ અસર કરી ગઈ. ન રહ્યો ચેન, ન રહ્યો કરાર. ને તુ મને ગમી ગઈ. મન માં હતી તને મળવાની તીવ્ર આતુરતા. જાણે પાનખરને વસંતના ઓરતા. પૂછ્યું મળવાનું તને તો તું હસી ને વાત ટાળી ગઈ. ને તુ મને ગમી ગઈ. કોયલ જેવો મીઠો ટહુકો તારો. મારા નામનો સાદ તારો. શુ મીઠો અવાજ તારો, તુ મને બેહોશ કરી ગઈ. ને તુ મને ગમી ગઈ. તને મળવુ જરુરી છે. હૃદયમાં પ્રેમનું આખું ઝરણું છે. કાશ, તને મળી અને દીલ માં ઈચ્છાઓ નાં વમળ ઉઠે અને આ દિલ બોલી ઉઠે પહેલી નજરમાં - તુ મને ગમી ગઈ. રાજ ની રચના ૧૮:૧૫ સાંજે   ૧૨/૧૧/૦૯

છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે . ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા. માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે. રાજ ની રચના ૧/૧૧/૦૯ રાત્રે ૯:૩૦ વાગે

મારી પેહચાન તમારી મુસ્કાન

ડુબતા ને  હું તારું છું  કિનારે કિનારે  હું ચાલુ છું , શાંત નદીઓના જળ  ને માણુ    છું  ઉછાંછળા ઝરણા ને હું શાંત પાડું છું. સમય  સાથે પલટાતા દોસ્તોને  સમય ની સમજણ પર  છોડું છું. નથી કોઈ દુશ્મન  આ દુનિયા માં  પરંતુ લગભગ  મિત્રો છે  સ્વાર્થ ના તે સમજણ  હું કેળવું છું. કરવી છે દોસ્તી એવી કે, દોસ્ત હું  મળું  અને તારી  નઝર માંથી સ્નેહ વરસે વર્ષો વર્ષ   , આપુ  હું શું તને , વચન તો વેહવાર છે નથી પડતું  કયારે  પણ આભ નથી બતલાતા સંસ્કાર. એ દોસ્ત વચન આપી ને નહિ વચન જીવી જવા માં મિત્રતા ની સાન છે. મને  ચોક્કસ  ખાતરી છે મિત્ર  તમે  હમેશા મુશ્કુરાતા  રેહશો. આ જ તો રાજ ની  મિત્રતા ની પેહચાન છે. રાજ ની રચના ૨૦:30 ૧/૧૧/09

તમે હતા તેવા જ રેહજો

સંજોગ ભલે હોય ખરાબ, ભલે નાજુક મન મા વેદના થાય. વેદના તો જશે ભુલાય જયારે સંજોગ ફરશે તમે હતા તેવા જ રેહજો ફુલો તો માર સહી આપે છે ખુશ્બુ તમે પથ્થરના ન થજો . તમે હતા તેવા જ રેહજો સહી લેજો વેદનાઓ ના ખરાબ સમય ને, શહનશીલતાની ને મુર્તિ થજો. તમે હતા તેવા જ રેહજો જુઠો નયનો ન વરસાદ ને કેમ રખો છો યાદ, ક્યારેક કોઇ ની ાઆંખ ના મોતી ને યાદ કરી લેજો. તમે હતા તેવા જ રેહજો

જાણતો નથી હુ કૌન છુ

જાણતો નથી હુ કૌન છુ છતાં સ્વને જાણવાનો પ્રય્ત્ન કરુ છુ કવિ નથી છતાં કવીતા લખુ છુ રંગ નથી જીવન માં છતાં જીવન ના દરેક રંગ ને સ્પર્શુ છુ. ખબર નથી જીવન માં સુખ છે કે દુખ પણ આંખ ના અમુલ્ય મોતી તને અને તને જ અર્પુ છુ. તરસ નથી છતાં પ્રેમ ની ભીનાશ માટે તરસુ છુ. મર્હમ નથી ફકત ઘાવ છે છતા ચાંદની જેવી શીતળતા ને કલ્પુ છુ. જીવન રુપી કાવ્ય માં નિશા છે પણ સુર્ય જેવી જગમગતી સવાર ઝંખુ છુ. આ કોઇ ગીત નથી સંગીત નથી છે જીવન ની છે આ વાત છતાં જીવન માણું છુ. રાજ ની રચના ૨૦/૦૯/૨૦૦૯ રાત્રે ૧:૨૦

શબ્દની વાત

મિત્રો આ વાત છે આપણે આપણી જિન્દગી માં રોજ બોલતા શબ્દ ઉપર, જો શબ્દ ઉપર ધ્યાન અપાયું હોત તો મહભારત ની રચના ના થાત. અમને ના સમજાયું તમે શુ બોલી ગયા. શબ્દ ના ગુલામ કેમ થયા? આ તો દિલાસા ની વાત છે નથી તમારો મન નો થાક ઉતર્યો નથી હળવાફુલ થયા. નહિ મળે કશું શબ્દ ના ગુલામ થઈ ને 'રાજ' કહે છે.જીવન નુ ગુઢ રહ્સ્ય સમજો ને બોલેલા શબ્દ કરતા ન બોલી ને શબ્દ નો મર્મ સમજાવો ને. બનશે શબ્દ તમારા ગુલામ મન નો થાક પણ ઉતરશે, હળવાફુલ થશો, પછી દુનિયા કહશે તમે તો ગુલામ બનાવી ગયા. ન બોલેલા શબ્દ નો મર્મ થી ભલે વહે આંખમાંથી અનમોલ રત્નો, પણ સર્જન થશેએક મોઘેરો સંબધ અને બધા કહશે વાહ, તમે તો જીવન ને સ્વર્ગ બનાવી ગયા. રાજ ની રચના ૧૮:૪૫ સાંજે ૧૫/૦૯/૨૦૦૯

આપ

આપ જો દુનિયા સ્વર્ગ છે તો ધરતી પર પરી છો આપ, જો દુનિયા મ સંગીત છે સાજ છો આપ, નયન ના કામણ થકી દીલ ના તાર ઝણઝણાવો છો આપ, લો આજ કહુ છુ મન ના મીત છો આપ, સુર્ય પ્રથમ કિરણને શરમાવો છો આપ, મારી દુનિયા નુ નવચૈતન્ય છો આપ, પક્ષીઓના ટહુકો હોય કે ઝાઝંર નો રણકાર છો આપ, લો આજ કહુ છુ દીલ માં ઉતરેલ તસ્વીર છો આપ મારે મન સુંદરતાની કલ્પના છો આપ, ખિલતા ગુલાબ ની કડી છો આપ, વરસાદ ની ભીની ખુશ્બુ છો આપ, લો આજ કહુ છુ સુદંરતા નુ પ્રતિક છો આપ આથમતી સાંજ ના રંગો મા છો આપ, કવિએ બનાવેલ કવિતા ની પ્રેરણા છો આપ, ચાંદ ની ચાંદની છો આપ લો આજ કહુ છુ મારી તો જિન્દગી છો આપ ઇશ્વરનુ બહુમુલ્ય સર્જન છો આપ, બાળકની નિદોર્ષતા નુ પ્રતિક છો આપ, જલ ની બુજાવે પ્યાસ એવું જકાશ હાસ્ય છો આપ, લો આજ કહુ છુ આ મોહક અદાઓથી દિલ મારુ ઘાયલ કરો છો ાઆપ ચંદ્ર ને શિતળતા નુ પ્રતીક છો આપ, મારા દીલ ના દરિયે વહેતુ સમુદ્ર નુ મોજુ છો આપ મોજા ના અપાર પ્રેમની અનુભુતિ છો આપ , લો આજ કહુ છુ દીલ પર કરો છો "રાજ" આપ, રાજ ની રચના રાત્રે ૧:૦૦ ૧૨/૦૯/૦૯