તારા વગર

કેમ જીવવુ તારા વગર
કેમ રેહવું તારા વગર
સુના લાગે ઉત્સવો તારા વગર
સુંદર શેહર પણ મૃતપાય લાગે તારા વગર
તું જ કહે જીવન નાં મધ્ય માં કેમ જીરવવો આ વિયોગ તો આ બડબડતો તાપ તારા વગર .
ચોમાસા ની દિલ માં નથી પોહચતી ઠંડક આંખમાં આવે છે આંસુ નો વરસાદ જયારે લાગે કુદરત પણ રોવે છે તારા વગર
ચાંદની ની શીતળતા માં રાત્રી લાગે ભેકાર તારા વગર
સપનાઓ અનેક સજાવ્યા હતા મે કેમ પુરા થશે તારા વગર
રાજ ના દિલ નાં સમધૂર સંગીત નાં તાલ પણ હવે તૂટે રહયા છે તારા વગર
લખવી હતી પ્રિય તારા વિષે ગઝલ પણ હવે તો લખાય છે વિશાદ ને વિયોગ તારા વગર
કહે છે સવાર પડે ને જોવે સપના તો પડે સાચા, આશા થી જોયા  છે સપના કે કાશ !તને
પણ સમજાય કે તું નહિ રહી શકે મારા વગર
રાજ ની રચના
૫:૦૦ સાંજે
૨૪/૦૩/૨૦૧૦

લાઈવ ગુજરાતી નેટવર્ક
http://worldofpoems.ning.com/
ઓર્કુટ કોમ્યુનીટી
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
મારો બ્લોગ
http://raj0702.blogspot.com/

Comments

Popular posts from this blog

ઓ જીન્દગી.

તારા સપના મારી યાદ

અભિલાષા